(120)gujrat me bhi he eshi film jo de bolywood ko bhi mat

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે વધુને વધુ ગુજરાતી ફિલ્મ રિલિઝ થઈ રહી છે. ત્યારે મજાની વાત 
તો એ છે કે ગુજરાતી લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે થિયેટર સુધી જઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે 2016માં 36 જેટલી ગુજરાતી ફિલ્મ્સ બોક્સઓફિસ પર આવશે. ગુજરાતી ફિલ્મના ચાહકોને પસંદ પડે તેવી વધુ એક પ્રોમિસિંગ ફિલ્મ આવી રહી છે જેનું નામ છે, 

‘થઈ જશે’ગુજરાતીમાં આવનાર ‘થઈ જશે’ ફિલ્મમાં મૂળ આઈટી ઈમ્પલોઈ એવા નિરવ બારોટ પોતાની આગામી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે. 
પોઝીટીવ મેસેજવાળી આ ફિલ્મમાં જીવનની પોઝીટીવ સાઈડ બતાવવામાં આવી છે. ફિલ્મમાં જાણીતા અભિનેતા મનોજ જોષી ચંન્દ્વકાંત જોષીની ભૂમિકામાં જોવા મળશે. તેમજ છેલ્લો દિવસ ફેમ મલ્હાર આ ફિલ્મમાં મુખ્ય અભિનેતાની ભૂમિકામાં જોવા મળશે. 
આ ફિલ્મમાં મૂળ અમદાવાદી અને સાઉથની અભિનેત્રી મોનલ ગજ્જર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ફિલ્મમાં અમદાવાદી એક્ટર હેમાંગ દવેનો કોમીક અંદાજ મળશે જોવા.
 ફિલ્મના પોસ્ટર્સ અને બ્રાન્ડીંગ ઈમેજીસ કૈલાશ નાયકે તૈયાર કર્યાં છે, જેમણે બાહુબલી, દેવડી, તનુ વેડ્સ મનુ, બસ એક ચાન્સ જેવી ફિલ્મના પોસ્ટર ડિઝાઈન કર્યા છે. 
આ ફિલ્મ મે મહિનામાં રિલીઝ થશે.પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં મનોજ જોષીએ જણાવ્યું હતું કે, “થઈ જશે ફિલ્મ આશાવાદથી ભરપૂર ફિલ્મ છે. હું ચંન્દ્વકાંત જોષીનું પાત્ર ભજવી રહ્યો છું. મારુ પો
તાનું સાડી-પ્રિન્ટીંગનું કારખાનું છે. આ

 ફિલ્મમાં એક દિકરા અને પિતાના સ્વપ્નની વાર્તા છે. સાદગી અને આ ફિલ્મની યુએસપી છે. રીઆલીસ્ટીક પાત્ર છે, આ ફિલ્માં હું કાઠીવાડી છું, તેનું વર્તન અને બોલી તદ્દન અલગ છે, તે ભજવવું ઘણું ગમ્યું. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નવી પોલીસી વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આટલી સરસ પોલીસી કોઈ પણ રાજ્યમાં નથી. આનાથી ગુજરાતી ટેલેન્ટને નવી દિશા મળશે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુર્વણ યુગ પાછો આવશે.
ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર જણાવે

 છે કે, આ ફિલ્મથી મને એક અભિનેત્રી બનવાનો ચાન્સ મળ્યો. તેની સાથે એક સરસ અભિનય કરવાનો ચાન્સ મળ્યો.
 ફિલ્મનો અભિનેતા મલ્હાર જણાવે છે કે જેતપુરનો આ છોકરો અમદાવાદ આવે છે અને પછી શું ચેન્જ આવે તે આ ફિલ્મમાં જોવા મળશે.
SHARE

Unknown

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments jarur kijiye:

Post a Comment

aapki commmet to subse anokhibhe bhai