(109)AB 12 PSS KE BAD KOI DUSHRA COURSE NA KARE KYOKI

ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું.:
વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછી ના કોઈ પણ કોર્સ જેમકે BBA/B.Com/BAM કરતા પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા નો છે. સરકારી કોર્સ હોવા થી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ અગત્ય ની વિગત અહી મેળવો.
કોર્સ ની ખાસીયત:
૧.  B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.
૨. સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓ ને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.
૩. વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતા ની સાથે સાથે જ કમાતો પણ થઇ જાય છે.
૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજ ને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.
૫. વિદ્યાર્થી ભણવા ની સાથે સાથે અનુભવ પણ મેળવે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવા માં ખુબ જ મદદરૂપ નીવડે છે.
૬. વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર રેહતી નથી.
૭. વિદ્યાર્થી B.Voc કર્યા બાદ તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે અથવા આગળ MBA/Ph.D જેવા કોર્સ માં એડમિશન મેળવી શકે છે.
૮. વિદ્યાર્થી B.Voc સાથે CA/CS વગેરે કરી શકે છે અથવા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી પણ કરી શકે છે.
B.Voc ચલાવનાર સંસ્થા:
સરકાર દ્વારા ૧૯૩૬ માં Tata Institute of Social Sciences (TISS) ની રચના કરવામાં આવી છે જે આ કોર્સ આખા દેશ માં ચલાવે છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી, તુલાજપુર વગેરે જગ્યાએ છે.
ગુજરાત માં ક્યાં?
ગુજરાત માં રાજકોટ ખાતે TISS નું કેમ્પસ શરુ થવા જઈ રહ્યું છે જ્યાં ધોરણ ૧૨ ની માર્ચ ૨૦૧૬ માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકશે.
B.Voc પ્રવેશ પ્રક્રિયા:
૧. વિદ્યાર્થી એ રૂ. ૫ ના મુલ્ય નું એપ્લીકેશન ફોર્મ TISS-RAJKOT ખાતે થી મેળવી ભરવાનું રેહશે.
૨. ફોર્મ વેહલા તે પેહલા ના ધોરણે જ મળશે. ફોર્મ ખાલી થઇ ગયા બાદ મળવા પાત્ર નથી.
૩. ફોર્મ વહેચણી ની શરૂઆત તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ થી થશે.
B.Voc પ્રવેશ લાયકાત:
૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.
૨. કોમર્સ ના વિદ્યાર્થીઓ ને અગ્રીમતા આપવામાં આવશે.
૩. પ્રવેશ મેરીટ લીસ્ટ ના આધારે મળશે.
B.Voc એડમિશન સીટ કેપેસિટી:
૧. એડમિશન સીટ ફક્ત ૧૦૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
૨. સરકારી કોર્સ હોવા થી કોઈ પણ જાતનું ડોનેશન આપવામાં ભરમાવું નહિ.
૩. આ કોર્સ માં અનામત સુવિધા નથી.
B.Voc ના ફોર્મ મેળવવા સંપર્ક:
TISS-SVE, Rajkot C/o, Sister Nivedita Institute of Quality Education, Jalaram Plot, University Road, Rajkot
Call: 7383337596 / 98256 28190 / 81286 68957 e-mail: tiss.rajkot@gmail.com   ખાસ સુચના:
ધોરણ ૧૨ પછી તુરત જ રોજગારી અને ભણતર બંને આપતો આ એક માત્ર કોર્સ છે. જો આપ કોઈ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ને જાણતા હોય તો એના માટે વેહલા તે પેહલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે. અથવા
આ મેસેજ બને તેટલો વધુ ફોરવર્ડ કરો કોઈ ની લાઈફ બની શકે છે.
SHARE

Unknown

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments jarur kijiye:

Post a Comment

aapki commmet to subse anokhibhe bhai